પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.
ચેનાબ નદી પર બનેલો આ પુલ તેની અનોખી ભૌગોલિક અને તકનીકી સુવિધાઓને કારણે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર છે.
ઉદ્ઘાટન પહેલાં, પીએમ મોદીએ હાથમાં ત્રિરંગો લઈને પુલ પર ચાલ્યા પણ હતા.
તેમણે કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ, સમગ્ર ભારતમાંથી કાશ્મીર ખીણને ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે.
પહેલગામમાં આતંકવાદી હુમલા પછી પ્રધાનમંત્રીની આ કાશ્મીરની પહેલી મુલાકાત છે. તેઓ અહીં 46 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે.