વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં સતત 25 વર્ષ પૂર્ણ કર્યા છે.
મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને સક્રિય શાસનની શરૂઆત કરી હતી.
2014થી તેઓ ભારતના વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.
તેમણે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને ફરીથી મહત્વ આપ્યું છે.
25 વર્ષની સફર પૂર્ણ કર્યા બાદ PM મોદીએ દેશવાસીઓને સાથે મળીને વિકાસના લક્ષ્ય તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો છે.