દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો જમા કરવામાં આવી શકે છે.
જો તમે હજુ સુધી તમારી ઇ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો ફટાફટ કરાવી લો.
બેંક ખાતા સાથે આધાર લિંક હોવું પણ આ સરકારી સહાય મેળવવા માટે ફરજિયાત છે.
ઓફિશિયલ પોર્ટલ પર જઈને તમે તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં ઓનલાઈન ચેક કરી શકો છો.