ભોજનનો સ્વાદ વધારતું અથાણું જો રોજ ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
અથાણાને લાંબા સમય સુધી સાચવવા માટે તેમાં તેલ અને મીઠાનો વધુ પડતો ઉપયોગ થાય છે.
વધુ પડતું મીઠું હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
રોજ વધુ માત્રામાં અથાણું ખાવાથી શરીરમાં પાણી જમા થઈ શકે છે અને વજન વધી શકે છે.
કેટલાક સંશોધન મુજબ, વધુ પડતું અથાણું એસિડિટી અને કેટલાક કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.