અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. 

તેની અસર વિશ્વભરના દેશો પર કોઈને કોઈ સ્વરૂપમાં જોવા મળી રહી છે.  

ભારતીય બજાર અંગે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ GDP વૃદ્ધિમાં ઘટાડો અને ફુગાવામાં વધારો થવાની ચેતવણી આપી રહી છે. 

PM મોદીએ નાગરિકોને સોનાની ખરીદી ઘટાડવા અને આગામી એક વર્ષ માટે ઇંધણ બચાવવા વિનંતી કરી છે. 

હવે  RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.