ખોટા ખોરાક અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે લોકો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર થઈ જાય છે.  

બ્લડ પ્રેશરને કારણે હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત આનાથી આંખોની દૃષ્ટિ પણ જઈ શકે છે.  

હાઈ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આને તરત જ ઘટાડવા માટે આ ખોરાક ખાઈ શકો છો.

કાકડી આરોગ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકે છે.  

તરબૂચ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થઈ શકે છે.  

તેમાં રહેલા વિટામિન એ, સી અને એન્ટિઓક્સિડન્ટ્સના ગુણો બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.

હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન લોકોએ નારિયેળ પાણીનું સેવન જરૂર કરવું જોઈએ.