શ્રાવણના બીજા સોમવારે ભગવાન શિવને ધરો ફરાળી બરફી, નાળિયેરમાંથી બનાવો ઝટપટ 

સામગ્રી 2 ચમચી, 200 ગ્રામ કોપરાનું છીણ, જરૂર મુજબ દૂધ, 2-3 ચમચી ખાંડ, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, સહેજ કેસર, 2 ચમચી કાજુ અને કાળી દ્રાક્ષ  

નાળિયેર બરફી રેસિપી 

સૌ પ્રથમ એક મોટી કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો, એમાં કોપરાનું છીણ નાખો અને સારી રીતે મિક્ષ કરો, થોડું સાંતળો હવે એમાં દૂધ નાખો.  

સારી રીતે કુક થવા દો, ત્યારબાદ એમાં ખાંડ નાખો, અને બરાબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય અને કોપરું ઘી છોડે ત્યાં સુધી સતત હલાવતા રહો.  

હવે એમાં ઈલાયચી પાઉડર, સહેજ કેસર નાખો, ફરી બધું મિક્ષ કરો, હવે આ મિશ્રણને એક મોટી ડીશમાં પાથરો.  

સારી રીતે પાથરી એના કાજુ અને કાળી દ્રાક્ષ નાખો, હવે એમાંથી કોપરાપાકના ટુકડા કરો અને પ્રોપર શેપ આપો એટલે તૈયાર છે તમારો કોપરાપાક જે તમે ઉપવાસમાં મન ભરીને ખાઈ શકો છો.