પિતા શત્રુઘ્ન સિંહા નહીં, પણ આ વ્યક્તિ સોનાક્ષીને કરી શકે છે ખામોશ!
સોનાક્ષી સિન્હા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના આગામી એપિસોડમાં તેના પરિવાર સાથે જોવા મળશે.
લગ્ન બાદ તે પહેલીવાર આ શોમાં ભાગ લેવા જઈ રહી છે.
આ પહેલા તે હીરામંડી ફિલ્મના પ્રમોશન માટે અહીં પહોંચી હતી.
એક્ટ્રેસ તેના પતિ ઝહીર ઈકબાલ અને માતા-પિતા સાથે શોમાં દેખાશે.
આ શો પર સોનાક્ષીએ કહ્યું કે, જો કોઈ તેને ચૂપ કરી શકે છે તો તે માત્ર તેનો પતિ ઝહીર ઈકબાલ છે.
કપિલ શર્મા સાથે વાત કરતી વખતે આ પરિવારે ઘણા ખુલાસા પણ કર્યા હતા.