સી.પી. રાધાકૃષ્ણનને એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. 

જે.પી. નડ્ડાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરી હતી.

ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન એક ભારતીય નેતા છે, તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. 

તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા અને કોઈમ્બતૂરથી બે વાર લોકસભા માટે પસંદ કરવામાં આવ્યાં હતા. 

તે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ હતા.