નવરાત્રિની શરૂઆત થઇ ચૂકી છે. રાત્રે ગરબા રમવા દરમિયાન દરેક યુવતીઓ ઇચ્છે છે કે તેમની સ્કિન ચમકદાર દેખાય  

કેટલીક મહિલાઓ આ માટે મેકઅપ કરતી હોય છે. મેકઅપથી ચહેરા પર ડાઘ અને ડલ સ્કિનને છૂપાવે છે.  

પરંતુ ઘણી વખત મેરેડિકઅપના કારણે ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.  

નિષ્ણાંતોના મતે ત્વચામાં હાજર પ્રદૂષણ અને વધારાનું તેલ ત્વચાને નિસ્તેજ બનાવી શકે છે.  

આ માટે તમે સ્કિનને સાફ કરવા સારા ફેસવોશનો ઉપયોગ કરો.  

ઓઇલી સ્કિન ધરાવતી મહિલાઓ જેલ બેઝ્ડ ક્લીંઝરનો ઉપયોગ કરી શકે છે.  

જેમની સ્કિન સેન્સેટિવ છે તેઓએ સલ્ફેટ ફ્રી ક્લીંઝરનો ઉપયોગ કરવો જોઈએ.