POCSO કાયદાના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી

આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, "અમે જોઈ રહ્યા છીએ કે POCSO કાયદાનો ઉપયોગ ઘણીવાર વિવાદો અથવા કિશોરો વચ્ચેના  સંબંધોમાં ખોટી રીતે થઈ રહ્યો છે. 

તેથી જરુરી છે કે છોકરાઓમાં અને પુરુષોમાં આ કાયદા પ્રત્યે જાગૃતિ અને સમજ વધારવી મહત્વપૂર્ણ છે."  

સુપ્રીમ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે 

કારણ કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી આ મુદ્દા પર પોતાના મંતવ્યો રજૂ કર્યા નથી.