દૂધી પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામિન્સ, ફાઇબર, આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
વજન ઘટાડવા માટે: દૂધીમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
તેનું સેવન કરવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી અને વજન ઝડપથી ઘટે છે.
પાચન માટે: જેમને પેટની સમસ્યા રહેતી હોય, તેમના માટે દૂધીનું શાક કે જ્યુસ અકસીર ઈલાજ છે.
કિડની માટે: કિડનીની બીમારીમાં પણ દૂધીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે.