કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળામાં આ સૌથી વધુ પ્રિય ફળ છે.
તે વિટામિન એ, સી, ફાઇબર, એન્ટીઑકિસડન્ટ અને નેચરલ સુગરથી ભરપૂર છે.
જોકે, નિષ્ણાતોના મતે દિવસે કેરીનું સેવન ફાયદાકારક છે પરંતુ રાત્રે તેને ખાવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
નિષ્ણાંતોના મતે મોટાભાગના લોકો સવારે કે બપોરે કેરી ખાવાનું પસંદ કરે છે.
કેટલાક લોકો તેને રાત્રે ખાય છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ.
રાત્રે શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં જો કેરી જેવું ભારે અને મીઠું ફળ ખાવામાં આવે તો તેને પચવામાં મુશ્કેલી પડી શકે છે.
નિષ્ણાતો કહે છે કે આનાથી ગેસ, અપચો, પેટમાં દુખાવો અને ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે.