પાપડમાંથી બનાવો યુનિક પાપડ બાઇટ્સ, બાળકોની પ્રિય થઇ જશે, જાણો ખાસ રેસીપી
પાપડ સામાન્ય રીતે તળીને કે શેકીને ખાવામાં આવે છે, પરંતુ અહીં પાપડની યુનિક પાપડ બાઇટ્સની રેસીપી શેર કરી છે જે બાળકોને ખુબજ ભાવશે, જાણો ખાસ રેસીપી
બટાકાના સ્ટફિંગ માટે સામગ્રી 3-4 બાફેલા બટાકા, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર, 1/2 ધાણા જીરું પાઉડર, ચાટ મસાલા અને કોથમીર
પાપડ બાઇટ્સ સામગ્રી 5-6 લિજ્જત પાપડ, 1/2 ચમચી ચાટ મસાલા, 2 ક્યુબ છીણેલું ચીઝ, ટમેટો સોસ, ઝીણી સેવ
પાપડ બાઇટ્સ રેસીપી સૌ પ્રથમ બટાકા બાફી લો, તેની છાલ કાઢીને તેમાં લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર ધાણા જીરું પાઉડર, ચાટ મસાલા અને કોથમીર નાખીને સ્ટફિંગ તૈયાર કરો.
પાપડ બાઇટ્સ રેસીપી હવે લિજ્જત પાપડ લો, તૈયાર કરેલ બટાકાના સ્ટફિંગને તેમાં સ્પ્રેડ કરો, તેમાં ચાટ મસાલા, ચીઝ અને કોથમીર નાખો.
પાપડ બાઇટ્સ રેસીપી હવે પાપડને વચ્ચેથી કટ કરીને 2 ભાગ કરો, ત્યારબાદ એક તેવી ગરમ કરો, અને તેમાં સહેજ તેલ નાખીને પાપડ બાઇટ્સને શેકી લો