શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. તો આવો જાણીએ ફરાળી પરાઠા બનાવવાની સરળ રીત.
રાજગરા માંથી બનતા ફરાળી પરાઠા સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે. જાણો ફરાળી પરાઠા રેસિપી
સામગ્રી 2 કપ રાજગરાનો લોટ, 1/4 કપ પનીર, 2 બાફેલા બટેટા, 1/2 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, 1 ચમચી ઘી, કોથમીર, ઝીણા સમારેલ લીલા મરચા, જરૂર મુજબ પાણી
ફરાળી પરાઠા રેસીપી સૌ પ્રથમ એક મોટા પેનમાં રાજગરાનો લોટ, પનીર, બાફેલા બટેટા, આખું જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, ઘી, કોથમીર, ઝીણા સમારેલ લીલા મરચા, જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો.
ફરાળી પરાઠા રેસીપી 15 મિનિટ માટે લોટને રેસ્ટ આપો, જેથી પરાઠા બની શકે.
ફરાળી પરાઠા રેસીપી હવે એમાંથી મીડીયમ સાઈઝની રોટલી વણી લો અને ગેસ પર પેન ગરમ કરો અને બન્ને સાઈડ પરાઠાને સહેજ તેલ નાખી શેકી લો