વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી રાઈ, 1-2 કાપેલા લીલા મરચાં, 6-8 મીઠા લીમડાના પાન, 1 ચમચી ખાંડ, ગાર્નિશ કરવા માટે ઝીણી સમારેલી તાજી કોથમીર
રાગી ઢોકળા રેસીપી એક બાઉલમાં રાગીનો લોટ, ઓટ્સ પાવડર,દહીં અને અડદની દાળનો લોટ અને પાણી ઉમેરો.એક સ્મૂધ બેટર બને ત્યાં સુધી હલાવો. ઢાંકીને 6-8 કલાક માટે આથો આવવા માટે બાજુ પર રાખો.
રાગી ઢોકળા રેસીપી 6- 8 કલાક બાદ મીઠું, જીરું પાવડર, લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સ્ટીમરમાં પૂરતું પાણી ગરમ કરો. થોડું તેલ વડે બ્રશ કરો અને ઢોકળાનું બેટર પાથરો.
બેટરમાં તેલ અને ઈનો ઉમેરો અને બરાબર મિક્સ કરો. આને ગ્રીસ કરેલી થાળીમાં નાખો. થાળીને સ્ટીમરમાં મૂકો
ઢાંકીને 12-15 મિનિટ માટે સ્ટીમ કરો. ઠંડુ થવા દો અને પછી ચોરસ કાપી લો.