ઉપવાસમાં બનાવો કમાલના ફરાળી ગોટા, જાણો ખાસ રેસીપી
”ફરાળી ગોટા” એ ગુજરાતની જાણીતી ફરાળી વાનગી છે, જે ખાસ કરીને ઉપવાસના દિવસોમાં બનાવામાં આવે છે
આ ક્રિસ્પી અને મજેદાર નાસ્તો સાબુદાણાનો પાઉડર અને મસાલાંથી બનેલો હોય છે,
જેથી તે ઉપવાસ માટે એક પરફેક્ટ ચોઈસ બનાવે છે. ફરાળી ગોટા બહારથી ક્રિસ્પી અને અંદરથી મુલાયમ હોય છે આ ગોટા ઝડપથી અને સરળતાથી બનાવવામાં આવે છે,
સામગ્રી 1 કપ સાબુદાણા, 3-4 બટેટા, 2-3 ચમચી સિંગદાણા, થોડી કોથમીર, 1/2 ચમચી આદુનું પેસ્ટ, 2 લીલા મરચાની પેસ્ટ, 2-3 મીઠા લીમડાના પાન
1 ચમચી સફેદ તલ, 1/2 ચમચી મરી પાવડર, 1/2 ચમચી જીરું પાવડર, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, ખાંડ, 1 લીંબુનો રસ, તળવા માટે તેલ
ફરાળી ગોટા રેસિપી સૌપ્રથમ ૧ કપ સાબુદાણાને ક્રશ કરી લો, ૨ બટેટાને પણ ક્રશ કરીને પ્યુરી બનાવી દો. હવે બટેટાની પ્યુરીને સાબુદાણાના પાવડરમાં ઉમેરો