માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયંકર ટક્કર 

હાવડા રૂટ પર એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે ભયંકર ટક્કર થઈ છે.  

આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ છે. ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. 

અનેક મુસાફરો ઘાયલ થયા હોવાની આશંકા છે. રેલવે અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે.  

આ ભયંકર અકસ્માત બાદ સમગ્ર રૂટ પર ટ્રાફિક  ઠપ્પ થઈ ગયો છે.