કચ્છના ખાવડા નજીક રિન્યૂએબલ એનર્જી પાર્કમાં ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે ટક્કર થતાં સાત શ્રમિકોનાં મોત થયાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત શુક્રવારે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ થયો હતો.
ટક્કર એટલી ગંભીર હતી કે પિકઅપ વાહનને ભારે નુકસાન થયું અને શ્રમિકો તેમાં ફસાઈ ગયા હતા.
ફસાયેલા લોકોને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી, જ્યારે 20થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માનું ચોક્કસ કારણ અને સંભવિત બેદરકારી જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.