સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની મોટી જાહેરાત કરી છે.

ખજૂરભાઈએ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.

ખજૂરભાઈએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, "તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું."  

આ સાથે જ તેમણે ભણેલા યુવાનોને પણ ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું છે અને ઉમેર્યું કે, "પાર્ટી ગમે એ હોય, ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો." 

બારડોલીના રહેવાસી ખજૂરભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.