કાશ્મીરનું સૌથી સુંદર હિલ સ્ટેશન, ઉનાળામાં પણ બરફ દેખાશે
જમ્મુ કાશ્મીર પ્રવાસ જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જેમા એક હિલ સ્ટેશન સૌથી સુંદર છે. આ હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં પણ બરફથી ઢંકાયેલું રહે છે.
ઉનાળામાં ઠંડુ હવામાન અને શિયાળામાં હિમવર્ષાની મજા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ અહીં આવે છે. ગુલમર્ગ જમ્મુ કાશ્મીરના સૌથી સુંદર હિલ સ્ટેશનનું નામ છે
ગુલમર્ગ હિમાચલના પર્વતોથી ઘેરાયેલું સુંદર સ્થળ છે, જ્યાં ચારેય બાજુ બરફથી ઢંકાયેલા પહાડ, ખીણ અને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે.
ગુલમર્ગમાં પ્રવાસીઓ સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને સ્લેઝિંગ જેવી બરફમાં ખેલાતી રમતોનો આનંદ માણી શકે છે.
ગુલમર્ગમાં ડિસેમ્બરથી માર્ચ સુધી હિમવર્ષા થાય છે, આથી હિમ વર્ષાનો નજારો જોવા માટે આ સમયગાળો ગુલમર્ગ ફરવા માટે શ્રેષ્ઠ છે
ગુલમર્ગમાં ગોંડોલાની સવારી, ફ્લાવર વેલી, અલ્પથર લેક, ખિલનમર્ગ, સોનમર્ગ, શ્રીનગર પણ સહિત ઘણા જોવા લાયક સ્થળો છે.