26 જુલાઈ, 1999 – આ દિવસ ભારતે પાકિસ્તાની ઘુસણખોરી સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
આજનો દિવસ દેશના વીર જવાનોને સમર્પિત છે.
કારગિલ યુદ્ધમાં ભારતના અનેક જવાનોએ દેશ માટે પોતાનું જીવન કુરબાન કર્યું.
કેપ્ટન વિક્રમ બત્રા, લે. મનોજ પાંડે જેવા વીર યોદ્ધાઓ આજે પણ આપણા હૃદયમાં જીવંત છે.
મે 1999માં પાકિસ્તાની સૈનિકો અને આતંકીઓએ ગૂપ્ત રીતે LOC ક્રોસ કરી હતી. ભારતીય સેના એ પછી ઓપરેશન વિજય શરૂ કર્યું.