IND vs AUS 3rd ODI:ભારતે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું. 

રોહિત શર્માએ મેચવિનિંગ 121 રન બનાવી ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 

આ દરમિયાન, વિરાટ કોહલી 70 રન બનાવીને અણનમ રહ્યો. 

સિડનીમાં ભારતે ત્રીજી વનડે જીતી હોવા છતાં, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી. 

આ શુભમન ગિલનો વનડે કેપ્ટન તરીકેનો પહેલો વિજય પણ છે.