જો તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તેને અંદરથી પોષણ આપવાની જરૂર છે.
તેથી તમારા ડાયટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પોષક તત્વોની ઉણપને કારણે વાળ ખરવા, વાળ પાતળા થવા અને વાળ તૂટવા જેવી સમસ્યાઓ વધી શકે છે.
નિષ્ણાતોના મતે વાળની સુંદરતા માટે વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી છે
શરીરમાં વિટામિન B12 અને Dની ઉણપને કારણે ઘણીવાર વાળ ખરવા લાગે છે.
લીલા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ, ફોલેટ અને વિટામિન સી જેવા તત્વો મળી આવે છે.
તમારે તમારા ડાયટમાં પાલક, આમળાંનો સમાવેશ કરો તેનાથી તમારા વાળને પૂરતું પોષણ મળશે