રાજકોટના બનેલી આગની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધા છે.   

અત્યાર સુધીમાં આ ઘટનામાં 30 થી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બની હતી આ ઘટના. 

25 મેના રોજ સાંજના 5:30 વાગ્યે શોર્ટ સર્કિટની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર ગેમઝોનમાં નાસભાગ મચી ગઈ હતી.  

ફક્ત 30 મિનિટની અંદર આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ TRP મોલના સેન્ટર કોર્ટના ત્રણ માળ સુધી પહોંચી.  

સાંજના 6:32 એ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 

7:20 સુધીમાં તો આખું ગેમઝોન બળીને ભસ્મીભૂત બની ગયું હતું રાતના 11:15 સુધી આ આંકડો 28 મૃતદેહોને મળી આવ્યા હતાં.