કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ અત્યંત હાનિકારક હોઈ શકે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે.  

જો કે તમે તમારા આહારમાં કેટલાક ફેરફારો કરીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો  

ગાજરમાં જોવા મળતા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ અને સોલ્યુબલ ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડીને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાંથી રાહત આપે છે.

આ સિવાય વિટામિન Aથી ભરપૂર ગાજર આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.  

દૂધીમાં ભરપૂર માત્રામાં પાણી અને ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.  

તે પેટને સાફ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે  

અને કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદરૂપ છે.