આવી રીતે જાણો આપની સ્કિન ટાઈપ 

સ્કિન કેર ઋતુ કોઈપણ હોય, દરેક મોસમમાં ત્વચાની દેખભાળ કરવી ખુબ જરૂરી છે, પરંતુ તેના માટે પહેલા સ્કિન ટાઈપની ખબર હોવી પણ ખાસ જરૂરી છે. 

સ્કિન ટાઈપ આપ સ્કિન ટાઈપ જાણ્યા વગર ચહેરા માટે ગમે તે કરશો, તો તે આપના ચહેરાને ફાયદો પહોંચાડવાના બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે.

સ્કિન પ્રોબ્લેમ એવામાં ઘણા પ્રકારની સ્કિન પ્રોબ્લેમ પણ થઈ શકે છે. આજે અમે આપને સ્કિન ટાઈપ જાણવા માટે કેટલાંક સરળ અને ઘરગથ્થું ઉપાય જણાવીશું. 

આવી રીતે જાણો સ્કિન ટાઈપ જાણવા માટે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ટિશ્યૂ પેપરથી ચહેરાને સાફ કરી લો. તેનું પરિણામ જ આપની સ્કિન ટાઈપ નક્કી કરશે. 

ડ્રાઈ સ્કિન ટિશ્યૂથી ચહેરાને સાફ કર્યા બાદ તેના પર કોઈ ધબ્બા ન દેખાય, પરંતુ તે સંકોચાતું દેખાય તો સમજી જાવ કે આપની સ્કિન ડ્રાઈ છે. 

નોર્મલ સ્કિન ટિશ્યૂથી ચહેરો સાફ કર્યા બાદ તેના પર કોઈ ધબ્બો ન દેખાય અને ચહેરો એકદમ ક્લિયર અને સૉફ્ટ દેખાય તો સમજી જાવ કે આપની સ્કિન નોર્મલ છે.