ગુજરાત સરકારે આ નિગમના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો 2 ટકાનો વધારો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના હજારો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે.

લાંબા સમયથી ચાલી રહેલી મોંઘવારી ભથ્થામાં વધારાની માંગણી પર સરકારે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  

એસ.ટી. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરીને તેને 55% પર પહોંચાડવામાં આવ્યું છે