મખાના ખીર ખાધી છે ? ટ્રાઈ કરો રેસિપી
મખાના ખીર આપ રેગ્યુલર ખીર તો અવાર-નવાર ખાતા જ હશો, પરંતુ શું આપે ક્યારેય મખાના ખીર ખાધી છે ?
સરળ રેસિપી આજે અમે આપને મખાના ખીરની એકદમ સરળ રેસિપી વિશે જણાવીશું, જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારી છે.
સામગ્રી મખાના ખીર બનાવવા માટે આપને જોઈશે, 2 કપ મખાના, 500 મિલી દૂધ, 2 સ્પૂન ખાંડ, 1 સ્પૂન ઘી.
અન્ય સામગ્રી 1/4 ટી સ્પૂન જાયફળ પાઉડર, 1/4 ટી સ્પૂન એલચી પાઉડર, 2-3 કેસરના તાંતણા, 6-7 બદામની કતરણ અને 4-5 લીલા પીસ્તાની કતરણ.
સ્ટેપ-1 સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના નાખીને ધીમા તાપે 2-3 મિનિટ સુધી શેકો
સ્ટેપ-2 હવે મખાના ઠંડા થાય તેટલે તેમાંથી અડધા મિક્સરમાં ક્રશ કરી લો, અને અડધા અલગ રાખી દો.