ઈડલી ચીલી ખાધી છે ? ટ્રાઈ કરો રેસિપી
સાઉથ ઈન્ડિયન ડિશ ઈડલી સાઉથ ઈન્ડિયાની સૌથી પ્રસિદ્ધ ડિશ છે, આજે ઘણા પ્રકારે ઈડલી બનાવાઈ છે, ત્યારે આજે આપણે જાણીશું ઈડલીની અલગ રેસિપી
ઈડલી ચીલી આજે અમે આપને જણાવવા જઈ રહ્યાં છે ઈડલી ચીલીની રેસિપી, જે ખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતી રેસિપી છે.
સામગ્રી 10 નંગ ઈડલી, 1/2 કપ મેંદો, 2 ચમચી ચોખાનો લોટ, મરી પાઉડર, મરચુ પાઉડર, 1 નંગ કેપ્સિકમ, 1 નંગ ડુંગળી, બારીક સમારેલું આદુ-લસણ.
અન્ય સામગ્રી આ ઉપરાંત લાલ મરચું પાઉડર, રેડ ચીલી સોસ, સોયા સોસ, ટામેટો કેચઅપ, સ્વાદઅનુસાર મીઠું, તેલ અને પાણી.
સ્ટેપ-1 સૌ પ્રથમ ઈડલીના નાના નાના પીસ કરી લેવા, હવે મેંદાનાલોટમાં કૉર્નફ્લોર કે ચોખાનો લોટ, મીઠું, મરચું નાખીને મિક્સ કરી લેવું.
સ્ટેપ-2 ત્યાર બાદ તેમાં પાણી ઉમેરીને ઘાટી સ્લરી બનાવવી, અને તેમાં ઈડલીના નાના ટુકડાને કોટ કરીને તળવા.