વાળ સફેદ થવાને સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની નિશાની માનવામાં આવે છે
પરંતુ આજકાલ આપણે જોઇએ છીએ કે નાની ઉંમરમાં પણ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે
વાળનું અકાળે સફેદ થવું એ ખરાબ લાઇફસ્ટાઇલ સૂચવે છે.
ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે, જેમાં વાળ સફેદ થવાનો પણ સમાવેશ થાય છે.
રોજની ઘણી એવી આદતો હોય છે જેના કારણે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે.
વ્યસ્ત જીવનમાં તણાવ અને ચિંતા સામાન્ય બની ગઈ છે. વાળ વહેલા સફેદ થવા માટે આ બંને મહત્વપૂર્ણ કારણો છે.
ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો અભાવ પણ વાળને નુકસાન પહોંચાડે છે.