છેલ્લા કેટલાક દિવતી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.
આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, સુરેન્દનગર, બોટાદ, ભાવનગર, અમરેલી સરેરાશથી વધુ વરસાદ થઇ શકે છે.
જામનગર, રાજકોટ,મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વામાન વ્યક્ત કર્યું છે.