IPL 2024માં હાર બાદ ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી થઈ રહ્યા છે અલગ? 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે અલગ થવાના અહેવાલો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે બધુ બરાબર નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે. 

 IPL મેચ દરમિયાન પણ નતાશા સ્ટેડિયમમાં જોવા મળી ન હતી. હાર્દિક અને નતાશાના લગ્ન વર્ષ 2021માં થયા હતા.

તમને જણાવી દઈએ કે Reddit પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં પૂછવામાં આવ્યું હતું કે 'શું નતાશા અને હાર્દિક અલગ થઈ ગયા છે?' "આ માત્ર એક અનુમાન છે," કોઈએ મંગળવારે Reddit પર પોસ્ટ કર્યું.

પરંતુ બંને એકબીજાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ નથી કરી રહ્યા. અગાઉ નતાશાના ઈન્સ્ટાગ્રામ પર નતાશા સ્ટેનકોવિક પંડ્યા લખવામાં આવતું હતું, પરંતુ હવે તેણે સરનેમ હટાવી દીધી છે.