ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ અને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિમીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જ્યારે રાજ્યમાં 9 ટકા વરસાદની ઘટ છે.