ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા સમાન નાગરિક સંહિતા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.
મંજૂરી બાદ રાજ્ય સરકાર દ્વારા UCC અંગેનું સત્તાવાર ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
નવા કાયદામાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદાકીય જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સંપત્તિ અને ઉત્તરાધિકારના મામલે પુત્ર અને પુત્રીને સમાન વારસાગત અધિકારની જોગવાઈ કરવામાં આવી છે.
કાયદામાં આદિવાસી સમુદાયને મુક્તિ અને લિવ-ઇન સંબંધોની નોંધણી અંગે જોગવાઈ કરવામાં આવી છે.