હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.
દાદરા અને નગર હવેલી વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાનની ચેતવણી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાયની શક્યતા છે.