રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદમાં ઠંડર સ્ટ્રોમ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને 4 અને 5 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  

અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે 

જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.