રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 

25 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 

જેને લઈ 25 જુલાઈથી ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા. 27 અને 28 જુલાઈના તો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.