મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળશે.  

. ગુજરાત પ્રદેશ ભાજપને આગામી ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજ કે આવતીકાલે પ્રમુખ પદ માટેનું નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે અને ત્યારપછી  ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે.  

ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. 

નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે OBC સમાજમાંથી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે.  

સૂત્રો મુજબ, આ પદ માટે રાજ્ય સરકારના કોઈ મંત્રી કે ધારાસભ્યને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જગદીશ વિશ્વકર્માનું નામ આ રેસમાં સૌથી આગળ છે 

Gujarat Politic