Googleએ કેટલાક દેશોમાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નોકરી છોડવાના પેકેજની શરૂઆત કરી છે. 

આ પ્રોગ્રામ કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડના પસંદગીના કર્મચારીઓ માટે છે. 

કર્મચારીઓ કંપની છોડે તો તેમને નક્કી શરતો મુજબ નાણાકીય પેકેજ મળી શકે છે. 

હાલના અહેવાલો મુજબ આ નવી યોજનામાં ભારતનો સમાવેશ નથી. 

AI અને ક્લાઉડ ક્ષેત્રમાં રોકાણ વધારવા કંપની ખર્ચ અને કર્મચારી માળખામાં ફેરફાર કરી રહી છે.