રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા
સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારના નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું
વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો પણ ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે હવે 10 કલાક વીજળી અપાશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફત વધારાનું પાણી પણ અપાશે.