દિવાળી પછી ભારતીય બજારમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, રોકાણકારોનું ધ્યાન હવે 2026 માં સોનાની વધઘટ પર છે
આ દરમિયાન, પ્રખ્યાત રહસ્યવાદી બાબા વાંગા ની ભવિષ્યવાણીએ સોનાના રોકાણકારોમાં ચર્ચા જગાવી છે.
બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વાંગા એ વર્ષ 2026 માં સોનાના ભાવ માં જોરદાર ઉછાળો આવવાની આગાહી કરી છે.
સોનાના ભાવમાં 25% થી 40% નો વધારો થઈ શકે છે. આનો અર્થ એ થયો કે 2026 માં દિવાળી સુધીમાં સોનાનો ભાવ ₹1,62,500 થી ₹1,82,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે પહોંચવાની સંભાવના છે.
છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, લાંબા ગાળા માટે સોનાની તેજીની અપેક્ષા છે.