ગર્ભાવસ્થામાં સ્કિન પ્રોબ્લેમ્સ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થાય છે, જેના કારણે સ્કિન પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. જેમાં ખાજ, રેડનેસ, દાઝ થવી સામાન્ય છે.
પિગ્મેન્ટેશનથી પરેશાન પ્રેગ્નેન્સી દરમિયાન કે બાદમાં અચુક મહિલાઓને પિગ્મેન્ટેશન એટલે કે, દાઝથી પરેશાન થાય છે, એવામાં ચહેરાનો રંગ દબાઈ જાય છે.
કેમ પડે છે દાઝ ગર્ભાવસ્થા કે ડિલિવરી બાદ ચહેરા પર પડતા કાળા ધબ્બા કે દાઝ કહેવામાં આવે છે. તેના કારણે ચહેરાની રંગત ઘટી જાય છે. તે ગાલ કે આંખો નીચે થાય છે.
કેવી રીતે મેળવવો છુટકારો જો આપ પણ પિગ્મેન્ટેશનની સમસ્યાથી પરેશાન છો, તો કોઈ ક્રીમનો ઉપયોગ કરવા કરતાં ઘર બેઠા કેટલાંક ઘરગથ્થું નુસ્ખા ટ્રાઈ કરી શકો છો.
ટામેટાનો રસ ટામેટામાં અનેક પ્રકારના પોષક તત્વો સમાયેલા હોય છે, જે સ્કિન માટે ઉત્તમ હોય છે. ગર્ભાવસ્થા બાદ ટામેટાના રસથી મસાજ કરવાથી દાઝ મટે છે.
એલોવેરા જ્યૂસ એલોવેરા અનેક પ્રકારની સ્કિન સમસ્યાઓ માટે શ્રેષ્ઠ હોય છે, પિગ્મેન્ટેશન માટે એલોવેરા સ્કિન વ્હાઈટનરનું કામ કરશે. તેના જ્યૂસને ચહેરા પર લગાવો.