રૂપાલી ગાંગુલીથી લઈને શ્વેતા તિવારીની સંપત્તિ પણ કરોડોમાં છે. પરંતુ છતાં તેમાંથી કોઇ પણ એક્ટ્રેસ સૌથી અમીર એક્ટ્રેસ નથી
બોલિવૂડલાઈફના રિપોર્ટ અનુસાર, અભિનેત્રી આશકા ગોરાડિયા સૌથી અમીર એક્ટ્રેસ છે
તેણે પોતાના કરિયરની શરૂઆત 2002માં આવેલી સીરિયલ 'અચાનક 37 સાલ બાદ'થી કરી હતી.
આ પછી આશકા ઘણા ટીવી શોમાં જોવા મળી હતી. ‘ભાભી’, ‘કયામત’, ‘કુસુમ’, ‘કહીં તો હોગા’ જેવા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2019માં આશકાએ એક્ટિંગ છોડી દીધી અને બિઝનેસ શરૂ કર્યો હતો
વર્ષ 2020માં આશકાએ તેના કોલેજના મિત્રો આશુતોષ વલાની અને પ્રિયંકા શાહ સાથે મળીને રેની નામની કોસ્મેટિક્સ કંપની ખોલી
જેના બ્યૂટી પ્રોડક્ટ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.