ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર થયેલા હુમલા બાદ સહ-પાયલટ અંગે નવા ખુલાસા સામે આવ્યા છે. 

રિપોર્ટ અનુસાર ઓમાની સહ-પાયલટનું નામ હમામ અલ-હમામી હોવાનું જણાવાયું છે. 

તપાસ દરમિયાન તેની બેગમાંથી પેલેસ્ટાઇન સમર્થન સાથે જોડાયેલી પત્રિકાઓ મળી હોવાનો અહેવાલ છે. 

સહ-પાયલટ અગાઉ એર ઓમાન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો કે કેમ અને ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. 

ફ્લાઇટમાં બનેલી ઘટનાને લઈને ઇઝરાયલી અને યુએઈના અધિકારીઓ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.