દિવ્યાંગ લોકો માટે ડિસ્કાઉન્ટેડ FASTagના નિયમોમાં કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. 

નવા નિયમ હેઠળ હવે આ FASTagનું વાર્ષિક નવીકરણ કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. 

70થી 100 ટકા દિવ્યાંગતા ધરાવતા પાત્ર લોકો માટે FASTag પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. 

40થી વધુ અને 70 ટકાથી ઓછી દિવ્યાંગતા ધરાવતા પાત્ર લોકો માટે માન્યતા ત્રણ વર્ષની રહેશે. 

આ સુવિધા માટે માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર અને પાત્ર વ્યક્તિના નામે નોંધાયેલ વાહન જરૂરી છે.