ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
IFFCO NPK fertilizer price hiked: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઇફકો (IFFCO) દ્વારા NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની ગુણી દીઠ ₹130 નો વધારો કરવામાં આવ્યો છે
આ ભાવ વધારો પહેલી જુલાઈ, 2025 થી ખરીદવામાં આવેલા ખાતર પર લાગુ પડશે. આ નિર્ણયને કારણે NPK ખાતરની 50 કિલોની એક ગુણી ખેડૂતોને હવે ₹1720 ના બદલે ₹1850 માં પડશે
જેનાથી કૃષિ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ઇફકોના અધિકારીઓએ આ ભાવ વધારા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં થયેલો વધારો
NPK ખાતરમાં સરકાર તરફથી DAP જેટલી સબસિડી ન મળવી હોવાનું જણાવ્યું છે. પોટાશના ભાવમાં પણ વધારો થયો હોવાથી NPK ના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે.