વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે.
જેના કારણે 108 ઇમરજન્સી સેવામાં છેલ્લા 20 દિવસમાં હીટ વેવના 80 જેટલા કેસ નોંધાયા છે.
તમામને પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસમાં શહેરનું તાપમાન 44 ડિગ્રી પહોંચી જતા હિટવેવના 30 કેસ નોંધાયા હતા.
જેમાં ખાસ કરીને હાઈ ફીવર, ડાયેરિયા, વોમિટિંગ, ડીહાઇડ્રેશનના ભોગ બનેલા દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હિટવેવ, લૂ લાગવાના કેસ વધતા 108 ઇમરજન્સી સર્વિસ કોલમાં પણ વધારો નોંધાયો છે.