આ વખતે બકરી ઈદ 7 જૂન, શનિવારના રોજ ઉજવવામાં આવશે. કુરબાની અંગે શું જાહેરાત કરવામાં આવી, વિગતવાર વાંચો...
બધા મુસ્લિમ દેશો આ દિવસે પ્રાણીઓની કુરબાની આપે છે. ભારતમાં પણ બલિદાન આપવામાં આવે છે, પરંતુ આ વખતે એક મોટા મુસ્લિમ દેશે મોટો નિર્ણય લીધો છે.
બકરાની કુરબાની પર મનાઈ : તમને જણાવી દઈએ કે, લગભગ 99 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ મોરોક્કોએ બલિદાન અંગે કડક આદેશ આપ્યા છે. આ વખતે બકરી ઈદ 7 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે.
આ ઇસ્લામિક દેશ મોરોક્કોએ તમામ નાગરિકોને કડક આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદના દિવસે કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રાણીની કુરબાની નહીં આપે. આ આદેશ પછી દરોડા શરૂ થઈ ગયા છે.
શા માટે અપાય છે કુરબાની ? મુસ્લિમ દેશ મોરોક્કોના રાજા મોહમ્મદ-છઠ્ઠાના આ શાહી ફરમાન બાદ, સમગ્ર દેશમાં રોષનું વાતાવરણ છે. હવે અહીં પોલીસે બલિદાન રોકવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે.