જે લોકોને ઈંડાની એલર્જી હોય છે તેમના માટે ખાલી પેટ ઈંડા ખાવું ખતરનાક સાબિત થઈ શકે છે
તે સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને જીવલેણ એલર્જીક પ્રતિક્રિયા (એનાફિલેક્સિસ)નું કારણ બની શકે છે.
અધૂરા રાંધેલા અથવા કાચા ઈંડામાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોઈ શકે છે
જે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે. આનાથી ઝાડા, તાવ અને પેટમાં દુખાવો થઈ શકે છે.
ઈંડામાં વધુ પડતું પ્રોટીન અમુક એન્ટી બાયોટિક્સની અસરને ઘટાડી શકે છે
જેના કારણે દવાઓની યોગ્ય અસર થતી નથી અને સારવારમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે.
લાંબા સમય સુધી ખાલી પેટ પર માત્ર ઈંડા ખાવાથી શરીરમાં અન્ય પોષક તત્વો - જેમ કે ફાઈબર, વિટામીન અને કાર્બોહાઈડ્રેટ્સની ઉણપ થઈ શકે છે